ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (GCAS) પોર્ટલ પર વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન અને પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી મદદરૂપ થવા માટે તમામ સરકારી અને બિનસરકારી અનુદાનિત કોલેજોમાં હેલ્પ સેન્ટરની રચના કરવા બાબત પરિપત્ર મુજબ જણાવેલ છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ દરેક કોલેજોમાં જીકેસ એડમિશન સેલ, જીકેસ ગ્રીવન્સ રીડ્રેસલ સેલ અને હેલ્પ સેન્ટરની રચના કરવાની થાય છે. આ તમામ સેલ માટે નીચે મુજબના અધિકારીશ્રીની નિમણુંક કરવામાં આવે છે. તેમજ સંદર્ભિત પરિપત્રમાં જણાવ્યા મુજબની કામગીરી ઉપરાંત ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (GCAS) બાબતે વખતોવખત થતાં પરિપત્ર ને અનુલક્ષીને કરવાની થતી તમામ આનુસાંગિક કામગીરી કરવાના આથી આદેશ કળવામાં આવે છે.